આ પરીક્ષા સંદર્ભે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી. પાંડોરે કેટલાક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રના વિસ્તારોમાં તેમ જ પરીક્ષા કેન્દ્રની સો મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, કોપીયર મશીન પણ ઉક્ત સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ જેવા ઈલેક્ટ્રીક સાધન લાવી શકશે નહિ. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે