Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ભેજાબાજ મેનેજરે જ બેન્કમાં કરી છેતરપિંડી, જૂની નકલી નોટો ઓડિટમાં મૂકી લાખોની ઉપાપત કરી

અમદાવાદમાં બેન્ક મેનેજરે ભેજૂ લગાવીને ભારે ઉચાપત કરી હતી. બેન્કના ઓડીટમાં કોઈને સંકા ના જાય માટે ચલણી નોટોમાં જૂની નકલી નોટો મૂકી દીધી હતી જેમાં લાખોની ઉચાપત થઈ હતી. આશ્રમ રોડ પરની કેનેરા બેન્કના બેન્કમેનેજરે છેતરપિંડીનો અનોખો કિમીયો બનાવ્યો હતો. ઓડીટમાં ઓરીજનલ ચલણી 2 હજારની નોટોના બંડલમાં નકલી જૂની નોટો મૂકીને 11.54 લાખની ઉચાપત કકી હતી. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરીયાદ દાખલ કરાઈ છે.

અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે કેનેરા બેંકમાં મેનેજર તરીકે સુનિલ ખંડુભાઈ પટેલ ફરજ બજાવે છે.  મુંબઈ શાખાના ઓફિસર નિમેષ માખીઝા ઓડીટ માટે આવ્યા હતા અને તેમણે 6.80 લાખની રકમ ઓછી હોવાનો ખ્યાલ ઓડિટમાં આવ્યો હતો. ત્યારે મેનેજર સુનિલ પટેલે જણાવ્યું કે નોટો બદલવાની હોવાથી તે લઈ ગયા હતા જેથી આ એક બહાને તેઓ બચી ગયા હતા પરંતુ અન્ય એક ઓડિટમાં ફરી આ ગફલત સામે આવી હતી. જેમાં અન્ય રુપિયા બે હજારની અસલી ચલણી નોટોના બંડલમાં કેટલીક નોટો ઓછી હોવાનું સામે આવ્યું હતું. કરન્સી ચેસ્ટના લોકની ચાવી તેની પાસે રહેતી હોવાથી લોક ખોલીને બે હજારલની નોટોના બંડલમાંથી કેટલીક અસલી નોટો ગાયબ કરી હતી. બેંક મેનેજર સુનિલ પટેલે રુપિયા 11.54 લાખ સેરવી લીધા હતા. આ સમગ્ર મામલે શેકાની સોય સુનિલ પટેલ તરફ જતા ફાંડો ફૂટ્યો હતો અને સુનિલ પટેલને સસ્પેન્ડ કરીને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

56 दिन बाद गाजियाबाद को मिला स्थाई एसएसपी : अस्थाई कैप्टन मुनिराज बने स्थाई, पलाश बंसल बने अलीगढ़ के एसपी

Karnavati 24 News

दिल्ली चुनाव प्रचार- AAP

Karnavati 24 News

कश्मीर घाटी में दहशत फैलाने की कोशिश, बिहार के लोगों को बनाया जा रहा निशाना

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા.

Karnavati 24 News

વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના હસ્‍તે ટોકનરૂપ 15 જેટલા રોજગાર નિમણૂંકપત્રો, એપેન્‍ટિીસ કરારપત્રો અને ઇ- શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

Karnavati 24 News

जाने शुभ मुहूर्त और पूजा विधि, ऐसे मनाएं फुलेरा दूज

Karnavati 24 News
Translate »