પેટલાદના સુણાવ રોડ પર ઉત્તર બુનિયાદી વિદ્યાલય પાસે આવેલા આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે એકાએક અગમ્યો કારણોસર આગ લાગી હતી . લાકડાના પડી રહેલા ઢગલાંમા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું . આગની ઘટનાની જાણ પેટલાદ ફાયરબ્રિગેડને કરતા પેટલાદ ફાયરના લાશ્કારોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાપ્રયાસો કર્યા હતા , પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આણંદ ફાયર બ્રિગેડને બોલાવવાની જરૂર પડી હતી . આણંદ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લીધી હતી . ~ શેર સુણાવ રોડ નજીક આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝ નજીક વહેલી પરોઢીયે શોર્ટ સર્કીટ કે અન્ય કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને ફેકટરીમાં લાકડાનો સામાન વધુ હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે . જેના કારણે આગના ગોટેગોટા આકાશમાં છવાયા હતા .સવારે પાંચ વાગે ઉઠેલા લોકોએ આ દ્રશ્યો જોતા ફેકટરીના માલિકને જાણ કરતા જેથી તેઓએ આણંદ ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડની ટીમ ફાઈટર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી . સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી . ત્યાં સુધીમાં ફેકટરીમાં આવેલ કિંમતી લાકડાની સીટો બળીને ખાખ થઈ લાખો રુપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે .