ખેડા જિલ્લામાં હાઈટેક ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે . રવિવારે મતદાનપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ આયોજન પરીપૂર્ણ થઇ ગયું છે . જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ 417 ગામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે . અહીંયા બેઠકોની વાત કરીએ તો સરપંચની 414 બેઠકો છે અને સભ્યોની 1333 બેઠક છે . મતદાન મથકોની સંખ્યા 1232 છે . આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે એટલે મતપેટીઓ મુકવામાં આવશે . આ મત પેટીની સંખ્યા 1725 છે . ~ શેર ખેડા જિલ્લા ચૂંટણી કચેરીમાંથી મળતી માહિતી મુજબ ચૂંટણીમાં કામગીરી કરનારા સ્ટાફને તાલીમપણ આપી દેવામાં આવી છે અને સ્ટાફને સજ્જ બનાવી દેવામાં આવ્યો છે . ચૂંટણી અધિકારી તરીકે 88 , મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 88 તેમજ પોલીગ સ્ટાફ 7025 મૂકવામાં આવ્યો છે . ખેડા જિલ્લામાં 10 તાલુકામાં થઈ 417 ગ્રામ પંચાયતમાં ચૂંટણી છે . મતદારોની વાત કરીએ તો 9 , 93 , 560 મતદારો આગામી રવિવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારો પર પસંદગી મ્હોર મારશે . ઉલ્લેખનીય છે કે આવતીકાલે જિલ્લાના તાલુકા મથકો પરથી ચૂંટણીની સામગ્રી રોકાયેલા વાહનો મારફતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે . જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને વાતાવરણ ડહોળાય નહી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના 10 તાલુકા મથકો પર આવેલા મતદાન કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે . જેમાં 4 DYSP , 11 PI , 48 PSI , 1700 પોલીસ કર્મી , 410 હોમગાર્ડ , 1030 ગ્રામ રક્ષક દળના જવાનો , SRP કંપની 1 જેમાં 101 માણસો છે . આ તમામ પોલીસકર્મીઓ રવિવારે મતદાનના દિવસે ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે .