(જી.એન.એસ) તા. 27
રાજકોટ,
આજે ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે. કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રશિયાઓ ઉમટી પડ્યા હતા. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો. સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ સામેલ છે.
આજે સાંજે 07:00 વાગે બંને ટીમ વચ્ચે મેચ રમાશે. સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા,અભિષેક શર્મા,મોહમ્મદ શમી,અર્શદીપ સિંઘ,રવિ બિશ્નોઈ,વરુણ ચક્રવર્તી,અક્ષર પટેલ સહિતની ભારતીય ટીમ રાજકોટ પહોચીને સોમવારે પ્રેક્ટિસ કરતાં પણ નજરે પડ્યા હતા.
ઇંગ્લેન્ડની ટીમ માટે કરો યા મરો જેવી મેચ બનવાની છે. આ મેચમાં પિચની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે T20 સીરિઝ રમી રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 5 T20 મેચની સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.