Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ



મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં દેખાય છે રોગના લક્ષણો

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ

(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

રાજ્યમાં ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે. વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પૂનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.

;- ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ)ના લક્ષણો શું છે ? ;-

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર તાવ, સ્નાયુનો દુખાવો, ચકકર આવવા, ગરદનમાં દુખાવો અને પીઠ-માથાનો દુખાવો,  ઝાડા-ઉલ્ટી, નાક કે પેઢામાંથી લોહી નીકળવું તેવા પ્રકારના લક્ષણો આ રોગમાં દેખાય છે.

;- ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવરને નિયંત્રણ કેવી રીતે કરી શકાય;-                                                                                                                  

        ઈતરડીથી- માનવમાં સંક્રમણ અટકાવવા નાગરીકોએ રક્ષણાત્મક કપડાં પહેરવા જેમ કે ,લાંબા સ્લીવ કે લાંબા ટ્રાઉઝર વગેરે, કપડા પર કે શરીર પર ઈતરડી દેખાય તો તેને સુરક્ષિત રીતે દુર કરાવી, પ્રાણીઓ પર અથવા તેના રહેઠાણ પર ઇતરડી ઉપદ્રવને દૂર કરવી અથવા નિયંત્રિત કરવી, ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ)થી ચેપગ્રસ્ત દર્દી સાથે નજીકના શારીરિક સંપર્ક ટાળવા જોઈએ. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજા અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા અને નિયમિત સાબુ વડે હાથ ધોવા જોઈએ તેમ કમિશનર શ્રી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણની અખબારી યાદીમાં જણાવાયું છે. 

        અત્રે ઉલેખ્ખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ વર્ષના પુરુષ ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેડીકલ કોલેજના તજજ્ઞોની રેપીડ રીસ્પોન્સ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવનાર છે.

રાજ્યમાં આ રોગનો છેલ્લો કેસ વર્ષ ૨૦૨૩મા સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો. જયારે વર્ષ – ૨૦૨૪માં રાજયમાં એક પણ કેસ નોંધાયો નથી તેમ કમિશનર શ્રી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણની અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે. 

संबंधित पोस्ट

આદિજાતિ ખેડૂતોને આધુનિક- બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ : આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ; એકજ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

Gujarat Desk

સુરત ના સ્ટુડન્ટ ભણવા માટે આત્મવિલોપન ની ચીમકી આપી જુઓ આવું તો શું થયું…???

Karnavati 24 News

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ માટે જરૂરી પ્રાથમિક ટેસ્ટ નિઃશુલ્ક કરાવવાનું આયોજન

Gujarat Desk

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

Karnavati 24 News
Translate »