



ભારતીય રાજનીતિમાં ચૂંટણીનું પોતાનું જ મહત્વ હોય છે અને ચૂંટણીમાં ચૂંટણી નારાઓનું. ભારતીય રાજનીતિના ઇતિહાસમાં કેટલાક આવા જ રાજકીય નારા નોંધવામાં આવ્યા છે જેને કારણે ક્યારેક પાર્ટીની સરકાર પડી ગઇ તો કોઇએ પોતાની સરકાર બનાવી લીધી.
ગરીબી હટાઓ, ઇન્દિરા લાઓ, દેશ બચાવો
આ મહિને 5 ડિસેમ્બરે જયપુરમાં એક સમ્મેલન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, “કોંગ્રેસ સાંભળે ગરીબી હટાઓની જગ્યાએ તમે ગરીબી હટાઓ કર્યુ. ગરીબી હટાઓ, ઇન્દિરા લાઓ, દેશ બચાવો”નો નારો વર્ષ 1971માં કોંગ્રેસ પાર્ટીએ ઇન્દિરા ગાંધીના ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન આપ્યુ હતુ પરંતુ આ સમયે દેશ ના તો 1971ના સમયમાં છે અને ના તો ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન છે. પરંતુ જો તેમ છતા દેશના ગૃહમંત્રી મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર વર્ષો જૂના આ નારાને લઇને પ્રહાર કરે છે તો તેનાથી સમજી શકાય છે કે આ રાજકીય નારાનું શું મહત્વ હશે.
વર્ષ 1966માં ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અકસ્માત નિધન બાદ જનસંઘ આ તકનો ફાયદો ઉઠાને કોંગ્રેસ પાર્ટી પાસેથી સત્તા મેળવવાના પ્રયાસમાં હતું.
શાસ્ત્રીજીના મૃત્યુ બાદ કોંગ્રેસ પાર્ટીને મજબૂત રાખવાની જવાબદારી ઇન્દિરા ગાંધી પાસે આવી. માટે ઇન્દિરા ગાંધીને જમીની અને મજબૂત નેતા બતાવવા જરૂરી હતા. આ નારાએ આ કામ સારી રીતે કર્યુ. વર્ષ 1971ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી આ નારા સાથે ચૂંટણી રણમાં જનસંઘનો મુકાબલો કરવા ઉતર્યા. ગરીબી હટાઓ, ઇન્દિરા લાઓએ ઇન્દિરા ગાંધીને દેશના નબળા વર્ગ સાથે જોડવાની સાથે જ મજબૂત નેતાની છબી પણ આપી.
ઇન્દિરા ગાંધીનો આ નારો જાણીતો થયો અને આ દમ પર તેમણે જનસંઘનો મુકાબલો કરતા 1971માં ચૂંટણી જીતી લીધી હતી.
ઇન્દિરા હટાઓ, દેશ બચાવો
ઇન્દિરા ગાંધી 1971માં ગરીબી હટાઓ, ઇન્દિરા લાઓના નારા સાથે સફળ થયા પરંતુ વર્ષ 1975 આવતા આવતા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વિરૂદ્ધ લડી રહેલા વિપક્ષનો મજબૂત અવાજ હતા જયપ્રકાશ નારાયણ.
જેપી નારાયણે ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ 1977ની ચૂંટણી સમયને ધ્યાનમાં રાખીને આ નારો આપ્યો હતો. કારણ કે જેપી નારાયણ ઇમરજન્સી વિરૂદ્ધ લડી રહેલા વિપક્ષનો મજબૂત અવાજ બની ચુક્યા હતા માટે તેમનો આ નારો પણ લોકપ્રિય થયો. આ નારાએ ઇન્દિરા ગાંધીની છબીને ઘણુ નુકસાન પહોચાડ્યુ. જે નારાના દમ પર ઇન્દિરા ગાંધી 1971ની ચૂંટણી જીત્યા હતા, વર્ષ 1977માં તે નારાના પલટવારમાં તે ચૂંટણી હારી ગયા હતા.
બારી બારી સબકી બારી, અબકી બારી અટલ બિહારી
આ તે નારો હતો જેને દેશને પ્રથમ ભારતીય જનતા પાર્ટીથી આવનારા વડાપ્રધાન આપ્યા. વર્ષ 1996ની ચૂંટણીમાં ભાજપે અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાનનો ચહેરો બનાવીને ચૂંટણી લડી. આ નારાનો અર્થ જ લોકોને એમ સમજાવવાનો હતો કે તે એક એક કરીને, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને તક આપી ચુક્યા છે પરંતુ કેમ અબ કી બાર અટલ બિહારી વાજપેયીને પણ તક આપીને જોવામાં આવે.
કેટલીક હદ સુધી ભાજપ તેમાં સફળ પણ રહ્યુ અને અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા પરંતુ સદનમાં બહુમત સાબિત ના કરી શકવાને કારણે તેમણે રાજીનામુ આપવુ પડ્યુ પરંતુ આ નારાએ તેમની પાર્ટી માટે ઇતિહાસ રચી દીધો.
અબ કી બાર, મોદી સરકાર
જ્યારે અટલ બિહારી વાજપેયી વર્ષ 2004ની ચૂંટણી હારી ગયા, તે બાદ સતત બે વખત ડૉક્ટર મનમોહન સિંહ દેશના વડાપ્રધાન બન્યા. આશરે 10 વર્ષથી કેન્દ્રની સત્તાથી દૂર ભારતીય જનતા પાર્ટી એક મજબૂત છબી ધરાવતા નેતાની શોધમાં હતી.
લાલ કૃષ્ણ અડવાણી રામ મંદિર રથ યાત્રાથી લઇને તમામ અન્ય પ્રયાસો છતા પણ ચૂંટણીમાં કઇ ખાસ મેળવી ના શક્યા. વર્ષ 2014 આવતા આવતા દેશમાં કોંગ્રેસની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો. કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને બાબા રામદેવ અને અન્ના હજારેના આંદોલનોએ કોંગ્રેસ પાર્ટીને મૂળમાંથી નબળી કરી દીધી.
આ બધી ઘટનાઓની સાથે સાથે ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચારથી મુક્ત અને સૌથી વધુ વિકસિત રાજ્ય ગણવામાં આવ્યુ. ગુજરાતના વિકાસને ડેવલોપમેન્ટનું મોડલ ગણાવીને રજૂ કરવામાં આવ્યુ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિય અને મજબૂત નેતાની છબી બનાવવાનો પ્રયાસ થયો.
ખેલા હોબે/ મા,માટી, માનુષ
અબ કી બાર મોદી સરકારના રાજકીય નારાએ ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મજબૂતી આપી પણ કેટલાક રાજ્યની ચૂંટણીમાં આ નારા જેવા અન્ય નારાથી ચૂંટણી જીતી ગયા. ઉત્તર પ્રદેશમાં અબ કી બાર 300 પારનો નારો આપવામાં આવ્યો તો બિહારમાં અબ કી બાર ડબલ એન્જિનની સરકાર જેવા નારાને લોકપ્રિય કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બંગાળ ચૂંટણીમાં પોતાની જીત મેળવવા નીકળી પડ્યુ.
તમામ ન્યૂઝ ચેનલ્સમાં બંગાળમાં ભાજપની સરકાર બનવાના દાવા કરી દેવામાં આવ્યા. ચૂંટણી પહેલા એવુ લાગવા લાગ્યુ કે ખેલ એક તરફી થઇ ચુક્યો છે પરંતુ ત્યારે ટીએમસીએ ‘ખેલા હોબે’નો નારો આપ્યો જે બાદ વલણ થોડુ બદલાઇ ગયુ. ખેલા હોબે બંગાળમાં જ લોકપ્રિય ના થયુ પણ આખા દેશમાં તેની ચર્ચા થવા લાગી. એક તરફ ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય મોટા નેતાઓએ બંગાળના મુખ્યમંત્રી પર જવાબી હુમલા કર્યા. જવાબમાં ટીએમસી તરફથી માત્ર ખેલા હોબે નારો અને તેની ઉપર બનેલુ એક ગીતનું પ્રસારણ કરવામાં આવ્યુ.
જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો આ વાતનું પ્રમાણ લઇને આવ્યા કે મમતા બેનરજીના ખેલા હોબેનો જાદૂ પુરા બંગાળમાં છવાયેલો રહ્યો અને વડાપ્રધાન, ગૃહમંત્રી અને તમામ અન્ય મોટા નેતાઓના પ્રયાસો છતા પણ ભાજપ બંગાળમાં ટીએમસીનો મુકાબલો ના કરી શક્યુ.
આ પહેલા પણ વર્ષ 2019ની ચૂંટણીમાં મમતા બેનરજીએ માં, માટી, માનુષનો નાારો આપીને બંગાળમાં વર્ષોથી ચાલી રહેલી લેફ્ટ પાર્ટીઓના સામ્રાજ્યને ખતમ કરી નાખ્યો હતો.