Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા


ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા

(જી.એન.એસ) તા.૪

ગાંધીનગર,

ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. આ ચેમ્પિયનશિપ તા.૨૪થી ૨૯ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ઈન્દોર ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના બે અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ પીએસઆઈ સિયા જે. તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ગુજરાત પોલીસની પ્રતિભા અને સમર્પણનું પ્રતીક છે, જે રાજ્યનું ગૌરવ વધારે છે.

संबंधित पोस्ट

ધ્રાંગધ્રાના નિમકનગરની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો

Gujarat Desk

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા

Gujarat Desk

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

Karnavati 24 News

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News

મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે: દિલીપ સંઘાણી

Gujarat Desk
Translate »