Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

અમરેલી જીલ્લો એટલે સિંહ નું ઘર ગણવામાં આવે છે એશિયાટીક સિંહો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સિંહો જંગલ છોડી ને રેવન્યુ વિસ્તાર તરફ મોટી સંખ્યા માં આવી રહ્યા છે રેવન્યુ વિસ્તાર માં સિંહ ને પૂરતું પાણી અને ખોરાક મળી રહે છે સિહો એ રેવન્યુ વિસ્તાર માં પોતાના ઘર બનાવ્યા છે અનેક વખત સિહો ગામ માં શિકાર ની શોધમાં આવી ચડતા હોવા ના વિડિયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થાય છે સાવરકુંડલા નું આદસંગ ગામ મોડી રાત્રિના સમયે સિંહો ગામ માં આવી ચડયા હતા સિહો ગામમાં આવવા ની ઘટના ને લઇને ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ પશુ વ્યવસાય કરતા પશુપાલકો વધુ પોતાના પશુ ઓ ને લઇ ચિંતિત બન્યા છે ત્યારે ગામમાં આવેલ સિંહ ના ફોટા રાહદારીઓએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વાડી વિસ્તાર હોય છે તેમાં સિંહોને શિકાર  મળી રહે છે રોજ નીલગાય નો શિકાર સિંહોને ચાલતા મળી જાય છે સિંહો ને શિકાર અને પાણી પુરતા પ્રમાણમાં મળી રહેવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

આજે 3 માર્ચ એટલે ‘વિશ્વ વન્યજીવ દિવસ’

Gujarat Desk

ચાલકની ગફલતથી આધેડ ડમ્પર નીચે આવી જતા કચડાયા, અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત

Gujarat Desk

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

Gujarat Desk

૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કૌટુંબિક મામા દ્વારા હત્યા કરવામાં આવી

Gujarat Desk

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી અંતર્ગત

Gujarat Desk

પીલવાઈ ખાતે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

Gujarat Desk
Translate »