શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પોસ્ટ ઓફિસના બાંધકામ ખાતાની ઓફિસ આવેલી છે જેના રાજકોટ ફરજ બજાવતા ઈજનેર જયેશભાઈ પ્રભુદાસભાઈ પલાણ પાસે આ ઓફિસનો ચાર્જ છે અન્ય કોઈ કર્મચારીઓ ન હોવાથી ઓફિસ બંધ રહેતી હતી ગત તારીખ 22.5.2022 ના ઓફિસ બંધ થયા બાદ ખોલવામાં આવી ન હતી. તારીખ 16.3.2023 ના રજીસ્ટરની જરૂર પડતા રાજકોટ શાખાના એમ.ટી.એસ.આર.પી.ત્રિવેદીને રજીસ્ટર લેવા મોકલ્યા ત્યારે ઓફિસના પાછળના ભાગમા બાકોરું હતું તેમજ સામાન પણ ત્યાં અસ્તવ્યસ્ત હતો ત્યારબાદ ત્યાં રાજકોટથી અધિકારી આવ્યા હતા તપાસ દરમિયાન કોમ્પ્યુટર, મોનિટર, કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર, રિવોલ્વિંગ, ચેર, વજન કાંટા, પંખા, નાની તિજોરી, ખુરશીઓ, જુનો પ્રાઇમસ સહિતની કુલ 34 હજારનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. આ મામલે ઇજનેર જયેશકુમાર પલાણે ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની ઓફિસમાં તસ્કરોએ દિવાલમાં બાકોર ઉપાડીને નાની-મોટી 21 જાતની ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે