Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગ દ્વારા 5 થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી 



(જી.એન.એસ) તા.૪

અમદાવાદ,

હવે જ્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એમ 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

રાજ્યમાં આવનારા દિવસોમાં ગરમી વધુ કહેર વર્તાવશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, હવામાન વિભાગે 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે. વિભાગ દ્વારા 4 અને 5 એપ્રિલનાં રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે 7, 8 અને 9 એપ્રિલનાં રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, પોરબંદર, જુનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

संबंधित पोस्ट

વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સ કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરાયું : અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર

Gujarat Desk

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી

Gujarat Desk

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

સગીરા પર ગામડીના 3 શખ્સોનું દુષ્કર્મ પોલીસ ગુનો નોંધતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

Gujarat Desk

ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક ખાતે યોજાયો

Gujarat Desk
Translate »