Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

અંકલેશ્વર નગર પાલિકાનાના સભાખંડ ખાતે આજરોજ ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. જેમાં સામાન્ય સભામાં ૩૪ કામો મુકવામાં આવ્યા હતા જે પૈકી વિપક્ષી સભ્યો ના વિરોધ વચ્ચે સર્વાનુમતે તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતા.

આ સામાન્ય સભામાં મુકવામાં આવેલ કામો જેવા કે નવ નિર્મિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં માળખાકિય સુવિધાઓ, આરોગ્ય સાધનો સહિત ઇલેક્ટ્રીક વિભાગના વાર્ષિક કોન્ટ્રાકટ ઉપરાંત ફિલ્ટ્રેશન પોન્ડમાં સાફસફાઈનો ઈજારો સહિતના કામો ને મંજૂરી આપવામાં આવી હતી.

વિપક્ષે શાશક પક્ષ નો વિરોધ કરતા એવા આક્ષેપો કર્યા હતા કે કામ થઈ જાય બાદમાં કામની મંજૂરી માટેનો ઠરાવ બોર્ડ મિટિંગ માં બહાલી માટે મૂકવામાં આવે છે અને મનસ્વી રીતે બિલો મુકાય છે.વધુમાં વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે સુકાવલી માં નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવી તીખી પ્રતિક્રિયા આપી સુકાવલી ના કચરાનું અડોલ હજાત રોડ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે જે જાહેર આરોગ્ય માટે ખતરા સમાન પુરવાર થઈ શકે છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

Gujarat Desk

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

Gujarat Desk

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર, સમાજ નિર્માણમાં યોગદાનનું સન્માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 નિહાળવા માટે આમંત્રણ

Gujarat Desk

કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર

Gujarat Desk
Translate »