Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે ૨૨૧૯.૬૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો: શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર



મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો, કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન: શિક્ષણમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રૂ. ૧૧૪૬.૧૨ કરોડ અને તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૦૭૩.૫૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત, બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિ માસ રૂ.૧૫૬.૭૮ અને ધોરણ ૬થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ.૨૨૦.૨૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ જ પ્રકારે, તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિમાસ રૂ.૧૯૧.૬૨ અને ધોરણ-૬ થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ.૨૭૩નો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રી ડિંડોરે કહ્યું કે મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે ૬૦ ટકા અને ૪૦ ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટિરિઅલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૬.૧૯ અને ધોરણ ૬થી ૮ના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૯.૨૯ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૫ માટે રૂ. ૨ અને ધોરણ ૬ થી ૮ માટે રૂ. ૨.૩૭ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે.

આમ, હાલ બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. ૮.૧૯ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીદીઠ કુલ રૂ. ૧૧.૬૬ દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે તેમજ કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા 825.72 કરોડના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત

Gujarat Desk

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીં

Gujarat Desk

સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત

Gujarat Desk

35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન ચેમ્પિયન

Gujarat Desk

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News
Translate »