(જી.એન.એસ) તા.૧૦
અમરેલી,
સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે વિધર્મીઓના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં ૬ થી વધુ શખ્સોએે રહેણાંક મકાનમાં ઘુસી તોડફોડ કરી બે મહિલા અને બે પુરૃષનેલોખંડના પાઈપ ,ટોમી, ધોકાઓ વતી માર માર્યો હતો.આ અંગે એક મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી. સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે થયેલ બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં જોહુકમી આચરી એક જૂથ ડેલો તોડી ઘરમાં ઘુસી ગયું હતું.મણિનગર વિસ્તારમાં રહેતી નમીરાબેન શબ્બીરભાઈ જાદવ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના જેઠ શિરાજભાઈને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અરમાનભાઈ બેલીમ સાથે ટ્રક ખાલી કરવા બાબતે બોલાચાલી થઇ હતી અને એ પછી સમાધાન થઇ ગયું હતું .તે વાતનું મનદુઃખ રાખીને રુસ્તમભાઇ બાબુભાઇ કાજી હાથમાં લોખંડની પાઇપ તેમજ શાહરૃખભાઈ પઠાણ હાથમાં છરી તેમજ અરમાનભાઈ હાથમાં ટોમી ે,શબ્બીરભાઈ બેલીમ હાથમાં લોખંડની પાઇપ તેમજ આસિફભાઇ ચૌહાણ હાથમાં લાકડાનો ધોકો તેમજ અન્ય લોકો હાથમાં લોખંડની પાઇપ તેમજ ધોકાઓ લઈને આવી મહિલાના ઘરના લોખંડનો ડેલો તોડી ફળિયામાં ઘૂસી ગયા હતા. આ શખ્સોએ ઘરમાં આતંક મચાવી તોડફોડ કરી રૃ.૨૦ હજારનું નુકસાન કર્યું હતું.આ બનાવમાં શબીરભાઈને તથા સિરાજભાઈને માર પડયો હતા .વચ્ચે પડેલ મહિલાઓ નરીમાબેન અને કૌશરબેન તેને બચાવવા જતા તેને પણ પેટમાં પાટા મારવામાં આવ્યા હતા.ધક્કો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવને લઈને સાવરકુંડલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.