Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દૂધની વધતી માંગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ



૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ગીર સોમનાથના ૩૯ પશુપાલકોને રૂ. ૪૨.૧૯ લાખ સહાય ચૂકવાઈ

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે.

વધુ માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૮-૧૯થી “૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ૩૯ પશુપાલકોને કુલ રૂ. ૪૨.૧૯ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.

આ યોજના હેઠળ પશુપાલકોને ૧૨ દૂધાળા પશુની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા ત્રણ વર્ષના પશુ વિમાના પ્રિમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેકટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન અને ફોગર સીસ્ટમ ખરીદી પર સહાય આપવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

અમદાવાદની એક જ્વેલરી રિટેલરે કંપનીએ નોંધપાત્ર યોગદાન આપનારા 12 કર્મચારીઓને લકઝુરીયસ ગાડીની ભેટ આપી

Gujarat Desk

ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા

Gujarat Desk

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

Karnavati 24 News

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા ગુજરાતના ‘ટેબ્લો’ માટે રાજ્ય સરકાર વતી ટ્રોફી-પ્રશસ્તિ પત્ર સ્વીકારતા માહિતી સચિવશ્રી અવંતિકા સિંધ

Gujarat Desk
Translate »