Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી



વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓની મદદથી ૧૨ હજારથી વધુ ધાડ, લુંટ, ચોરી અને અન્ય ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી છે

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

રાજ્યમાં VISWAS પ્રોજેક્ટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હાઈ ટેક્નોલોજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મોનીટરીંગને પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શન કામગીરીમાં VISWAS પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હવે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ૨ અંતર્ગત રાજ્યની સરહદોના કુલ-૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૧ અંતર્ગત રાજ્યના ૪૧ શહેરોમા  કુલ ૭૦૦૦થી વધુ કેમેરાઓ લગાવવામા આવ્યા છે અને ૩૫ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામા આવ્યા છે. આ વ્યવસ્થાના માધ્યમથી કુલ ૧૨ હજારથી વધુ ધાડ, લુંટ, ચોરી અને અન્ય ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી છે.

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હવે આંતરારાજ્ય સરહદોના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર સીસીટીવી લગાવવા અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટના ફેઝ ૨ અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી સાથેની રાજ્યની સરહદોના કુલ-૭૯ પ્રવેશ-નિર્ગમન સ્થળો ખાતે ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. આ તમામ કેમેરાઓ સબંધિત જિલ્લાના ‘નેત્રમ’ અને ‘ત્રિનેત્ર’ સાથે કનેક્ટેડ રહેશે અને Video Analyticsના  માધ્યમથી તમામ કેમેરાઓમાં ડિટેક્શન કરવાની ક્ષમતા છે.

संबंधित पोस्ट

ખાંભા તાલુકામા તેમજ ગીરના ગામડાઓમા અનરાધાર વરસાદ નદી નાળા છલકાયા

Karnavati 24 News

૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

Gujarat Desk

10 ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ; ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

Gujarat Desk

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

Gujarat Desk

એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

Gujarat Desk

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

Karnavati 24 News
Translate »