દેશમાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેન પર ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તેના માટે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે અને આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું વર્ષ 2017માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સતીશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશન હીરાના આકારમાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં બે માળ હશે, જેમાં સ્ટેશનની ડિઝાઈન ડાયમંડ શેપમાં બનાવવામાં આવી છે જેથી દિવસ દરમિયાન વીજળીની કે કોઈ ખાસ લાઇટિંગની જરૂર ન પડે. સ્ટેશનના બાહ્ય શેલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ સૂર્યના કુદરતી પ્રકાશથી દેખાશે. શું હશે સુરત સ્ટેશનની ખાસિયત સુરત શહેરના બુલેટ ટ્રેન સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશન 48000 ચોરસ મીટરનું હશે. અહીં તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં ફૂડથી લઈને બેબી કેર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મુસાફરોની સુવિધા માટે વિવિધ પ્રકારના લોન્જ બનાવવામાં આવી રહ્યા છે.