Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે



(જી.એન.એસ) તા.૧૧

ગાંધીનગર,

ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.વધું વિગતો આપતા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના પણ અપાઇ છે.

संबंधित पोस्ट

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો: જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

Gujarat Desk

શેરડીની આડમાં દારૂ-બિયર ભરેલાં ટ્રક સાથે ડ્રાઈવર-કલિનર ઝડપાયા, ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૭.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો, બે બુટલેગરો સહિત ચારેય વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો

Gujarat Desk

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

Gujarat Desk

ભાટપોર જીઆઇડીસીની ઘટના : નાઇટ ડ્યુટી પૂર્ણ કરીને ઘરે જતા ONGC કોલોનીના સિક્યુરીટી ગાર્ડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

Gujarat Desk
Translate »