મહારાષ્ટ્રની નવી મુંબઇની એક સ્કૂલમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો, જે બાદ ટેસ્ટ કરાવવા પર 16 વધ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. જે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો, તેના પિતા કતારથી આવ્યા હતા. જે બાદ સાવચેતીના ભાગ રુપે આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ તેનો પુત્ર કોરોના પોઝિટિવ આવ્યો હતો.
તે બાદ તે યુવકનો પુત્ર જે સ્કૂલમાં ભણતો હતો, તેના 650 વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાંથી 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં શુક્રવારે 902 નવા કોવિડ-19ના કેસ અને નવા વેરિએન્ટ એમિક્રોનના આઠ કેસ સામે આવ્યા હતા. ઓમિક્રોનના છ કેસ પૂણેમાં મળ્યા હતા.
દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 7,145 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 8,706 લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની કુલ સંખ્યા 3,41,71,471 થઇ ગઇ છે. અત્યારે રિકવરી રેટ 98.38% છે, જે માર્ચ 2020 બાદથી વધુમાં વધુ છે. સક્રિય કેસની વાત કરીએ તો આખા દેશમાં 84,565 કોરોના દર્દી છે, જે 569 દિવસમાં સૌથી ઓછા છે.