Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે ભૂકંપના 3 આંચકા અનુભવાયા



(જી.એન.એસ) તા. 24

ગીર સોમનાથ,

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.

ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે 7:13 મિનિટે 2.1ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું. સવારે 7:15 મિનિટે 1.9ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું, જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ત્રીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ધરા ધણધણી ઉઠતા પંથકના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.

संबंधित पोस्ट

 “નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને  ₹.૭૧ કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ

Gujarat Desk

રાજ્યમાં સરેરાશ ૧૦૦% વરસાદ: ૧૦ તાલુકામાં ૫૦% અને ૬૧ તાલુકામાં ૮૦% વરસાદ નોંધાયો

Karnavati 24 News

પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ! પલસાણા એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પોષણ  ઉસ્તવની ઉજવણી કરવામાં આવી

Gujarat Desk

જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા, યુવક સહિત બહેન-બનેવીનું અપહરણ કરાયું

Gujarat Desk

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News
Translate »