Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

8 મહિનાની બાળકીની અન્નનળીમાં ફસાયેલી સેફ્ટી પિન બહાર કાઢવાનું એસએસજી હોસ્પિટલમાં સફળ ઓપરેશન  



(જી.એન.એસ) તા. 20

વડોદરા,

બાળકોનાં માતા પિતા માટે એક મોટો ચેતવણી રૂપ કિસ્સો, જંબુસર ભરૂચના રહેવાસી માત્ર આઠ મહિનાની બાળકી જેનું વજન માત્ર ૫.૬૫ કિલોગ્રામ છે, તે ૩ દિવસ પહેલા મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલનાં બાળકોનાં વિભાગમાં તારીખ ૧૯/૦૨/૨૦૨૫ના રોજ સવારે આવી હતી. બાળકીનાં શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું છે, તદુપરાંત તે સિકલ સેલ એનીમિયાથી પીડિત પણ છે. બાળકોનાં વિભાગમાં ડૉ.પરેશ ઠકકરે તપાસ કરી અને એક્સ રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હતી, જે કેટલા સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ હશે તેની જાણ માતા પિતાને ન હોતી. 

જે બાદ તુરંત બાળકીને લોહી ચડાવીને સર્જરી માટે લેવામાં આવ્યું, જેમાં એસએસજી હોસ્પિટલનાં કાન, નાક અને ગળા વિભાગનાં વડા ડૉ.રંજન ઐયરનાં માર્ગદર્શન હેઠળ ઈએનટી સર્જન ડૉ.જયમન રાવલ અને ટીમ તથા એનેસ્થેટીસ્ટ ડૉ.યોગિતા અને તેમની ટીમ સાથે ઇસોફેગોસ્કોપી નામની સર્જરી વડે બાળકીની અન્નનળીમાં ફસાયેલી ખુલ્લી સેફ્ટી પિન જે લાંબા સમયથી અંદર રહેલી હોવાના કારણે કટાઈ ગઈ હતી તેને દૂરબીનની મદદથી જટિલ સર્જરી દ્વારા વધારે રક્તસ્ત્રાવવાળી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં દર્દીને રક્તસ્ત્રાવ, દુખાવો કે ગભરામણ જેવા કોઈ લક્ષણો નથી અને બાળકોનાં વિભાગમાં ડૉ.પરેશ ઠક્કરની સારવાર હેઠળ છે.

संबंधित पोस्ट

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪૯ ઇ-વ્હિકલનું લોકાર્પણ

Gujarat Desk

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

સાયન્સ સિટી ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગ્રાન્ડ ફિનાલે

Gujarat Desk

ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો 

Gujarat Desk

પનીરના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Gujarat Desk
Translate »