Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવાની કલેકટરશ્રી ગાંધીનગરની સ્પષ્ટ સુચના થકી સઘન ચેકિંગની કામગીરી યથાવત



(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન ચેકિંગની કામગીરી અન્વયે તા.૧૮/૦૨/૨૦૨૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની પીંપળજ ચેકપોસ્ટ ખાતે સાદીરેતી ખનિજ ભરી વહન કરતા ચાર ડમ્પર વાહનો બિનઅધિકૃત વહન માટે સીઝ કરવામાં આવ્યા છે.જેમાં વાહન નં- GJ-01-KT-6725ના વાહન માલિકશ્રી દ્વારા સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા, વાહન નં- GJ-18-AU-7112  સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન પકડાયેલ છે, તથા  વાહન નં- GJ-18-BT-9955  સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન અને વાહન નં- GJ-32-T-2124  દ્વારા સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલા છે.

એમ કુલ ૦૪ વાહનો આશરે કુલ ૦.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

14 વર્ષ પહેલાં ફાયરિંગ કરી 1.77 લાખ રૂપિયાની લૂંટ કરનાર પાંચમા આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી સુરત પોલીસ

Gujarat Desk

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૧૫ માર્ચ સુધીમાં નોંધણી કરાવવી

Gujarat Desk

અમદાવાદના ચાંદખેડામાં કારચાલક પોલીસકર્મીએ ટેમ્પોને મારી ટક્કર, અકસ્માતમાં બાળકનું મૃત્યુ

Gujarat Desk

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk

પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત

Gujarat Desk
Translate »