Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદના વિદ્યાર્થીનું ડાંગમાં કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી મોત



(જી.એન.એસ) તા. 18

ડાંગ,

અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ડાંગ પ્રવાસે ગયા હતા. પોલિટેક્નિક કોલેજના 51 વિદ્યાર્થીઓ કેમ્પ સાઈટ માટે ખાનગી બસ મારફત ડાંગના પ્રવાસે પંહોચ્યા. ડાંગની સુદરતાનો આનંદ માણયા બાદ વિદ્યાર્થીઓ દેવીનામાળ કેમ્પ સાઇટ નજીક ગયા. ત્યાં પાસે આવેલ નદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાહવા પડ્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી એક વિદ્યાર્થી ગુમ થઈ ગયો. અન્ય વિદ્યાર્થીઓએ તેની શોધખોળ કરી પણ તેનો મૃતદેહ મળી આવ્યો. વિધાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીનું નામ શિવમ કમલેશ શાહ હોવાનું સામે આવ્યું છે, વિદ્યાર્થી અમદાવાદના નિકોલનો રહેવાસી હતો.

અમદાવાદના પોલિટેકનિકના વિદ્યાર્થીઓ પણ હાલમાં ડાંગ પ્રવાસે હતા. ત્યારે યુવાન ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાઈ. નદીમાં ડૂબતા અમદાવાદના યુવાનનું મોત નિપજયું. વિધાર્થીનો મૃતદેહ હાલ સિવિલ હોસ્પીટલ આહવા ખાતે પી.એમ.અર્થે રાખવામાં આવ્યો છે. પી.એમ. રીપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે કે ખરેખર વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થયું હતું કે પછી તેની સાથે અન્ય કોઈ ઘટના બની હતી.

संबंधित पोस्ट

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે

Gujarat Desk

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

સીટીએમ એક્સપ્રેસ વે પાસે નશામાં ધૂત શખ્શોએ AMTS બસમાં તોડફોડ કરી

Gujarat Desk

બાબરાના ખંભાળા ગામ નજીક સિંહના આંટાફેરા,ત્રણ સાવજો દેખાતા ફફડાટ : વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

Karnavati 24 News
Translate »