Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

મહુવા તાલુકાના વાંસકુઈ ગામે 2 વર્ષ બાદ ભરાયેલ ગોળીગઢ મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. હોળીના આગલા રવિવારે ભરાતા આ મેળામાં શનિવાર રાત્રીથી જ મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા હતા અને ગોળીગઢ બાપુના જુના અને નવા મંદિરે બાધા માનતા ચઢાવી હતી. ગોળીગઢ બાપુનો મેળો 2 વર્ષ બાદ ભરાતા 4 લાખથી વધુ ભક્તો મેળામાં આવી બાપુના દર્શન કરી બાધા માનતા ચઢાવી હોવાનુ મંદિરના ટ્રસ્ટી દ્વારા જણાવવામા આવ્યુ હતુ અને ભક્તો દ્વારા મેળામાં લાગેલ 2500થી વધુ સ્ટોલોનો અને 15 જેટલી નાની મોટી રાઈડો અને આનંદ પ્રમોદના સાધનોની મજા માણી હતી.આયોજકોના મતે અત્યાર સુધી પહેલીવાર આટલા ભક્તોએ ગોળીગઢ બાપુના દર્શન કર્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી મોટી સંખ્યામાં ભકતો ઉમટ્યા હતા.લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા વાંસકુઈ ખાતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત 280 વધુ પોલીસ સ્ટાફની બાજ નજર વચ્ચે પણ ઘણા ભક્તોના પાકીટ અને મોબાઈલ ચોરાયા હોવાના બનાવો બન્યા હતા. મહુવા તાલુકામાં બે વર્ષ બાદ યોજાયેલ પ્રસિદ્ધ ગોળીગઢ મેળામાં ખાનગી માલિકોએ પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં કોઈ કસર બાકી રાખી ન રાખતા દર્શને આવનાર ભક્તોમા ભારે નિરાશા ફેલાઈ ગઈ હતી. પે અન્ડ પાર્કિંગના નામે મનફાવે તેટલા પાર્કિંગ દર ઉઘરાવીને મોટરસાયકલ કાર ચાલકો લૂંટાઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ખાનગી કાર અથવા રીક્ષા, ટેક્સી જો થોડીક મિનિટ સુધી પણ પાર્ક કરે તો 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવ્યા હતા. ખાનગી માલિકો દ્વારા પાર્કિંગ માટે આટલા ઊંચા દરો વસૂલીને માનવતા ભુલવાની સાથે સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાખીને પ્રવાસીઓ અને રીક્ષા, કાર, મોટરસાયકલ ચાલકોની લૂંટ ચલાવી હતી. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી જ્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા ત્યારે પાર્કિંગ ફીના નામે ખાનગી માલિકોએ ખુલ્લેઆમ લૂંટ ચલાવતા લોકોમાં રોષ ફેલાયો હતો.

संबंधित पोस्ट

અમદાવાદના AMC ગાર્ડનમાં મહિલાની નિર્દયતાથી હત્યા, આરોપીએ નદીમાં છલાંગ લગાવીને કરી આત્મહત્યા

Gujarat Desk

ડાકોરમાં જુગાર રમતા 13 શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ઝડપી પાડ્યા

Gujarat Desk

ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) સાથે પ્રાદેશિક તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

Gujarat Desk

મહુવા શહેરને પીડીલાઈટ દ્વારા અને સુંદર બનાવવામાં આવશે

Karnavati 24 News

છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધારી ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી

Gujarat Desk
Translate »