(જી.એન.એસ) તા.4
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શહેરમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં D.J. બંધ કરાવવા ગયેલી પોલીસ ની ટીમ પર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી હતી. તેમજ પોલીસના સમજાવ્યા બાદ પણ ઝઘડો કરી અમદાવાદ પોલીસ ના અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઈ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ઘટનાને કાબૂમાં લીધી હતી અને તપાસ બાદ છ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.