Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે



(જી.એન.એસ) તા. 28

પવિત્ર અંબાજી ગબ્બર પરની રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ કરવામાં આવશે. તારીખ 03/03/2025થી 08/03/2025 સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

અંબાજી ખાતે ગબ્બર પર્વત પર બિરાજમાન માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન માટે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. રોપ-વેની વાર્ષિક જાળવણી અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા દરમિયાન, રોપ-વેના તમામ સાધનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જરૂરી સમારકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.જે યાત્રિકો ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા ઇચ્છે છે, તેઓ પગથિયાં ચઢીને જઈ શકે છે. યાત્રિકોની સુવિધા માટે પગથિયાં પર પીવાના પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, યાત્રિકો માટે રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોને અસુવિધા માટે ખેદ છે.

संबंधित पोस्ट

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે

Gujarat Desk

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૦૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat Desk

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk
Translate »