(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.05/02/2022025 થી તા.09/02/2025 દરમિયાન આઇ.આઇ.ટી ક્રિકેટ ગ્રાઉન્ડ, પાલજ ખાતે ‘ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેંટ યોજાશે.
આ ટુર્નામેંટની શરૂઆત આજથી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ટીમો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ક્રિકેટ ટુર્નામેંટમાં 6 કોર્પોરેશનની મેયરશ્રી ટીમો તથા 8 કોર્પોરેશનની કમિશનરશ્રીની ટીમો મળીને કુલ 14 જેટલી ટીમો ભાગ લેશે. આ ઉપરાંત મહિલા પદાધિકારીશ્રીઓ માટે ખાસ બોક્ષ ક્રિકેટ ટુર્નામેંટનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની આવતીકાલે તા.05 ફેબ્રુઆરી 2025ના બપોરે ૨:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન. ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબની વિશેષ ઉપસ્થિતમાં તથા ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી મીરાબેન પટેલ, ડે. મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટે. કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતાશ્રી અનિલસિંહ વાઘેલા, દંડકશ્રી સેજલબેન પરમાર તેમજ આઠેય મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ ટીમો ઉપસ્થિત રહેશે.