Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં એક વિશેષ યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું


(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે આવ્યા હતા.  આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય  ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત  ગાંધીનગર  દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમાપન ૯મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ કરવામાં આવ્યું. સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સચિવશ્રી યુવા કાર્યક્રમ વિભાગ ભારત સરકાર શ્રીમતી મીતા રાજીવ લોચન, અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજજર, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન માય ભારત ગુજરાત રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકાર અને તસવીરે ગાંધીનગરના તંત્રીશ્રી કષ્યપભાઈ નિમાવત અને પૂર્વ પ્રમુખ  ઈડીઆઈઆઈ શ્રી પલાશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં દરમિયાન યુવાનો દ્વારા પોતાના પ્રતિભાવાન રજૂ કરવામાં આવ્યા તેમજ કાશ્મીરના જિલ્લાઓની ટીમો દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠલ જિલ્લા યુવા અધિકારીશ્રી ભુજ, ભાવનગર, જામનગર અને આણંદ દ્વારા સ્વયંસેવકોના સહયોગથી કરવામાં આવ્યું.

संबंधित पोस्ट

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 215 બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો

Gujarat Desk

સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો

Gujarat Desk

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

Gujarat Desk

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

Admin

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા 825.72 કરોડના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત

Gujarat Desk

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News
Translate »