Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો 



(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક મોટો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કહ્યું હતું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.’

જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે.

આ બાબતે ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે.

संबंधित पोस्ट

મહાકુંભથી પરત ફરી રહેલા પરિવારને બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નડ્યો અકસ્માત, 6 ના મોત

Gujarat Desk

રાયગઢ શ્રી એન જી જોશી હાઇસ્કુલ માં સ્કાઉટ ગાઈડ ની રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષા યોજાઈ

Gujarat Desk

જૂનાગઢમાં કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ થયો

Gujarat Desk

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

AMC દ્વારા એમ.જે લાયબ્રેરી, VS હોસ્પિટલ અને AMTSનું 2025-26નું બજેટ મંજૂર કરવામાં આવ્યું

Gujarat Desk

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરની પેપર મિલમાં લાગેલી આગ અઢાર કલાક બાદ કાબૂમાં આવી

Gujarat Desk
Translate »