Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બુલેટ ટ્રેનની કામગીરી અર્થે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે



(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

ગુજરાત-મહારાષ્ટ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ હાલ અમદાવાદમાં કામગીરી ચાલી રહી છે. જેના કારણે ઘણીવાર અમુક રસ્તાઓ અને બ્રિજ બંધ કરવા પડતા હોય છે ત્યારે આજ (18 ફેબ્રુઆરી) થી મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરુ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે. એટલે કે, 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.  

संबंधित पोस्ट

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી

Gujarat Desk

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk
Translate »