Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર પદભાર સંભાળતા શ્રી પંકજ જોષી


(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

“વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે-મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી શ્રી પંકજ જોષીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ શ્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ શ્રી જોષીને આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય સચિવ શ્રી જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્‍ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ પર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ‌ તેમજ વિવિધ વિભાગોના વડા- અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર સહિત વિવિધ સનદી અધિકારીશ્રીઓએ શ્રી રાજકુમાર સાથે તેમને કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહિવટી કુશળતાને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્રી પંકજ જોષી વર્ષ ૧૯૮૯માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા. શ્રી જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવશ્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.

संबंधित पोस्ट

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારનું બજેટ ‘સિટીઝન ફર્સ્ટ’ સાકાર કરે છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin

‘સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે…’ કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા

Gujarat Desk

આજનું રાશિફળ (03/01/2025) | GNS News

Gujarat Desk

ઉવારસદમાં દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો – “ઉમળકો” યોજાશે”

Gujarat Desk
Translate »