આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની માનહાનિનો દાવો કરવાની ચીમકી
(જી.એન.એસ) તા.૪
રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ દ્વારા આપ ના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ‘કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.’
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે… કુંવરજીભાઈ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી આપે, શિક્ષકોની ભરતી કરે, આદિવાસી વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી એ શરૂ કરે. કુંવરજીભાઈના વિસ્તારમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન અને સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન સહિત જેટલી પણ ટ્રાયબલ સબ પ્લાન છે તેમાં આદિ આદર્શ ગ્રામની ગ્રાન્ટ અને ગુજરાત કેડરની ગ્રાન્ટની તપાસ કરાવશો તો કુવરજીભાઈએ જે નવસારીની એજન્સીઓને કામ સોંપ્યા છે તેનું આખું કૌભાંડ બહાર આવશે. છેલ્લા પાંચ વર્ષમાં 2000-2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. કુંવરજીભાઈએ અમારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે.’
રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.’