(જી.એન.એસ) તા. 28
ગાંધીનગર,
ગાંધીનગરના ઉવારસદ-શેરથા માર્ગ, ઉવારસદ ખાતે સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ,દ્વારા તા.30 અને 31 જાન્યુઆરી, 2025 ના રોજ દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો “ઉમળકો”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ આનંદ મેળામાં વેવિધ્યપૂર્ણ મનોરંજન, મનપસંદ રમતો, હાટ બજાર, ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા છે.
દિવ્ય આનંદ મેળાનું આયોજન દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસ વધારવા તથા દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજનો પ્રેમ અને પ્રોત્સાહનનો ભાવ જગાડવાના શુભ આશય સાથે આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ બે દિવસીય આનંદ મેળામાં તા. 30, જાન્યુઆરીના રોજ પહેલા ચરણમાં સવારના 11:00 કલાકે મંગલધ્વનિ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં અતિથિ વિશેષ તરીકે પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગરના મેયર શ્શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી આ ઔષધી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપશે.
ત્યારબાદ બીજા ચરણનો પ્રારંભ સાંજે ૪.૩૦ કલાકે થશે. જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે .
આ જ રીતે તા.31 જાન્યુઆરીના રોજ પ્રથમ ચરણ નો શુભારંભ સવારે 11:00 કલાકે રમત -ગમત દ્વારા કરવામાં આવશે.આ અવસરે વિવિધ દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ અને હાસ્ય દરબાર પણ યોજાશે. અંતિમ ચરણમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.
સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્રના નિયામકશ્રી કૃષ્ણકાન્ત જહા અને ટ્ર્સ્ટી મંડળ દ્વારા આ મેળામાં યોગદાન આપવા અને આ વિશેષ કાર્યક્રમમાં સહભાગી બની વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.