(જી.એન.એસ) તા. 31
ગાંધીનગર,
ફેબ્રુઆરી 2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અને મધ્યસત્ર પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમમેદવારો ના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુરના કુલ 24 વોર્ડની 96 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ ભાજપે 40 ટકા મહિલાઓને ટિકિટ આપી છે. આમ ભાજપે પાયાના સ્તરથી જ મહિલાઓને વધારે ટિકિટ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આ ઉમેદવારો માટે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આ ઉમેદવારો નક્કી કર્યા છે.
ગાંધીનગર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોમાં ભાજપે 50 ટકા ઉમેદવાર તરીકે મહિલા પર પસંદગી ઉતારી હતી. તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની 27 બેઠકમાંથી ભાજપે 15 બેઠક પર મહિલાને ઉતારી છે. જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં જશુભાઈ નાનાભાઈ દેસાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે દહેગામ માણસા તાલુકાની પેટાચૂંટણીમાં હરસનબેન પરેશકુમાર ચૌહાણ અને રીટાબેન કાનાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત કલોલ નગરપાલિકાની પેટાચૂંટણીમાં અનિલાબેન હરેશભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે દક્ષિણ ગુજરાતમાં જાહેર કરેલા ઉમેદવારોમાં જોઈએ તો વલસાડ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. તેમા 50 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપી છે. આ જ રીતે પારડી નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તેમા 14 બેઠક પર મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે આ બતાવે છે કે 50 ટકા સીટો પર ભાજપે મહિલા ઉમેદવારો પર ભરોસો જતાવ્યો છે. આ રીતે જ ધરમપુરની છ વોર્ડની 24 બેઠકો પર 12 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અહીં પણ 50 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે.
નવસારી જિલ્લામાં બિલિમોરા નગરપાલિકામાં નવ વોર્ડના 34 ઉમેદવાર ભાજપે જાહેર કરી દીધા છે. તેમા 50 ટકા ઉમેદવાર મહિલા ઉમેદવાર છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં રસિકભાઈ મોહનલાલ પટેલને ઊભા રાખવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોની ચૂંટણીઓમાં ભાજપે 50 ટકા મહિલા ઉમેદવાર ઊભી રાખી છે. તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ ભાજપે ત્રણ બેઠકોમાં કુકરમુંડા અને નિઝર ખાતે મહિલા અલ્કાબેન દિલીપભાઈ અને નિર્મલાબેન અનિલભાઈને ટિકિટ આપી છે અને નિઝરમાં દિલીપભાઈ વિઠ્ઠલભાઈ કોળીને ટિકિટ આપી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાવનગર મહાપાલિકાની વોર્ડ નંબર ત્રણની ચૂંટણીમાં અમરશીભાઈ દુલાભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. આ જ રીતે પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની 25 બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, તેમાથી 14 ઉમેદવાર મહિલા ઉમેદવાર છે. જ્યારે રાણાવાવ નગરપાલિકામાં ભાજપે 26 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, તેમા 50 ટકા મહિલા છે. જ્યારે તાલુકા પંચાયતમાં રાણાવાવમાં કડવીબેન ગુરગુટીયા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે.
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. તેમા ભાજપે 11 વોર્ડ માટે 44 ઉમેદવારો જાહેર કર્યા છે અને તેમા પણ મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. એટલે કે 22 ઉમેદવાર મહિલા છે. આ જ રીતે ગઢડા નગરપાલિકાના ચાર વોર્ડની 16 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. તેમા આઠ બેઠકો પર મહિલા ઉમેદવારોને ઊભી રાખવામાં આવી છે. આમ ભાજપ આગામી ચૂંટણીમાં મહિલાઓ પર વધુને વધુ દારોમદાર રાખવા જઈ રહ્યુ છે. મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને કોંગ્રેસ 33 ટકા પર અટકી ગઈ છે તો ભાજપ સ્થાનિક ચૂટણીમાં મહિલા પ્રતિનિધિત્વને લઈને 50 ટકાએ પહોંચી ગયું છે.
જ્યારે તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ઉમરગામની બે અને કપરાડાની એક બેઠક પર ભાજપે ત્રણ નામ જાહેર કર્યા છે. તેમા કપિલ મુકેશભાઈ ઘોડી, સંજયભાઈ રણજીતભાઈ દુબળા અને અંબાદાસભાઈ ગોપાલભાઈ ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત પેટાચૂંટણીમાં જોઈએ તો સુરતમાં વોર્ડ નંબર 18માં જીતુભાઈ મેધાભાઈ કાછડને મેદાનમાં ઉતાર્યા છે. સુરત જિલ્લાની ધાણાવડ-4ની પેટાચૂંટણીમાં દીપિકાબેન રામસિંહ વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 1-આછોદમાં મેલાભાઈ ભીમાભાઈ વસાવાને મેદાનમાં ઉતારાયા છે. હાંસોટ તાલુકાની પડવાઈ બેઠકમાં મનીષભાઈ પટેલને ચૂંટણીજંગમાં ઉતારાયા છે.
નગરપાલિકાની પેટાચૂંટણીમાં જોઈએ તો જંબુસરમાંથી મહિલા ઉમેદવાર ઉતારાઈ છે. નર્મદા જિલ્લાના તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં સરોજનાબેન વસાવા અને સુરેશભાઈ વસાવાને ઉતારાયા છે. અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં માલપુર તાલુકાના બે-બામણી બેઠક પર મંગુબેન પૂજારા અને બાયડની 14-પિપોદરા બેઠક પર સુરેખાબેન પરમારને ઉતારવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં લતાબેન નાનુભાઈ લોત્યાને મેદાનમાં ઉતારાયા છે.