Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ



ગુજરાતની શ્રેષ્ઠ શાસન પદ્ધતિઓ પર કેન્દ્રિત બે વિશેષ સત્ર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ આ બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન કરશે

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

ગુજરાત સરકારના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સીઝ (ડીએઆરપીજી) દ્વારા આયોજિત ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનો ગાંધીનગરમાં તા.30-01-2025થી પ્રારંભ થઈ રહ્યો છે. ઉદઘાટન સત્ર દરમિયાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ આ બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન કરશે અને મુખ્ય મુદ્દાઓ પર વક્તવ્ય આપશે.

આ પરિષદમાં છ કેન્દ્રિત સત્રો સામેલ છે. જેમાં જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવાના હેતુથી નવીન શાસન પદ્ધતિઓ અને ઉભરતી તકનીકીઓની અંગે ચર્ચા કરવામાં આવશે. આ સત્રો વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને પુરસ્કાર વિજેતા પ્રેક્ટિશનર્સ સહિત 30 પ્રતિષ્ઠિત વક્તાઓને આંતરદૃષ્ટિ અને કેસ સ્ટડી વહેંચવા માટે એક મંચ પ્રદાન કરશે. જેમાંથી બે સત્રો ખાસ કરીને માત્ર ગુજરાતની અગ્રણી ઇ-ગવર્નન્સ પહેલને સમર્પિત છે.

ઉદઘાટન સત્રને  ગુજરાત સરકારનાં મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર અને ડીએઆરપીજીનાં સચિવ શ્રી વી. શ્રીનિવાસ પણ સંબોધન કરશે.

આ કોન્ફરન્સમાં ઇ-જર્નલ એમજીએમજીની શરૂઆત થશે, જે પ્રતિષ્ઠિત નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ્સ 2024 માટે પસંદગી પામેલી પહેલો અને એસસીઆઇ પોર્ટલના અનાવરણ પર પ્રકાશ પાડશે.

નેશનલ કોન્ફરન્સના “નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન / ઇમર્જિંગ ટેકનોલોજીસ માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગ” વિષય પરના પ્રથમ સત્રની અધ્યક્ષતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જનરલ ડો. એસ. એન. ત્રિપાઠી કરશે.

ત્યારબાદ ડીએઆરપીજીના અધિક સચિવ શ્રી પુનીત યાદવ અને ડીએઆરપીજીના સંયુક્ત સચિવ શ્રીમતી સરિતા ચૌહાણ દ્વારા અનુક્રમે પ્રધાનમંત્રી પુરસ્કારો, 2024 અને ઇ-ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદ પર સંક્ષિપ્ત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.  

આ વિષય પર બીજા સત્રમાં “ઈ-ગવર્નન્સમાં જિલ્લા સ્તરીય પહેલ” શ્રેષ્ઠ પ્રણાલિઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. શ્રીમતી સરિતા ચૌહાણ સત્રની અધ્યક્ષતા કરશે. આ વિષય પર ત્રીજું સત્ર “ગુજરાત સરકારની શ્રેષ્ઠ પ્રણાલિઓ” વિષય પર ચર્ચા થશે, જેની અધ્યક્ષતા પીએસ (ડીએસટી) શ્રી મોના ખંધાર કરશે.

રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે, સુશ્રી જયંતી એસ રવિ, એસીએસ (મહેસૂલ) “નાગરિકો માટે ડિજિટલ પરિવર્તનમાં ઉભરતી ટેક્નોલોજીસ” વિષય પર સત્ર – 4ની અધ્યક્ષતા કરશે. જ્યારે સત્ર 5ની  શ્રી એમ કે દાસ, એસીએસ (ગૃહ) “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (સેન્ટ્રલ લેવલ ઇનિશિયેટિવ) માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગ” પર ચર્ચાની અધ્યક્ષતા કરશે. શ્રી મુકેશ કુમાર, એસીએસ (શિક્ષણ) ગુજરાત સરકારની શ્રેષ્ઠ પ્રણાલિઓ (II) વિષય પર સમાપન સત્ર પૂર્વે છેલ્લા સત્રની અધ્યક્ષતા કરશે.

આ પરિષદમાં શ્રેષ્ઠ પદ્ધતિઓના પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે, જેમાં પસંદગીની સરકારી યોજનાઓ હેઠળ હાંસલ થયેલા પરિવર્તનશીલ ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવશે.

પરિષદનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની જાહેર વહીવટ સંસ્થાઓને જાહેર વહીવટમાં અનુભવો અને નવીનતાઓનું આદાનપ્રદાન કરવા માટે એકસાથે લાવવાનો છે. તેનો ઉદ્દેશ ઇ-ગવર્નન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સુશાસનની પદ્ધતિઓ પર ચર્ચા-વિચારણાને પ્રોત્સાહન આપવાનો છે, જેનો ઉદ્દેશ વ્યાપક પ્રસાર અને સફળ પહેલોની સંભવિત પ્રતિકૃતિ સુનિશ્ચિત કરવાનો છે. ડીએમ અને ડીસી સહિત રાજ્યના પ્રતિનિધિઓ શાસન દ્વારા મેળવેલી તેમની સિદ્ધિઓ દર્શાવતા કેસ સ્ટડી રજૂ કરશે.

संबंधित पोस्ट

ભાવનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Gujarat Desk

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

Admin

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર K.N. હાઈસ્કૂલમાં શાળાના જ છાત્રોને એડમિશન ન મળતાં રોષ.

Karnavati 24 News

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

Karnavati 24 News

વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરનારને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો

Gujarat Desk

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત

Gujarat Desk
Translate »