Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર K.N. હાઈસ્કૂલમાં શાળાના જ છાત્રોને એડમિશન ન મળતાં રોષ.

બાલાસિનોરમાં આવેલી શાળામાં જ ભણેલા ધો.10ના વિદ્યાર્થીઓને પોતાની જ શાળામાં ધો.11 સાયન્સમાં એડમિશન ન મળતા વાલીઓમાં શાળાના મેનેજમેન્ટ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોતાના વિદ્યાર્થીઓને એડમિશન ન આપી મેરીટ લીસ્ટ પ્રમાણે એડમિશન આપતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. તથા ધોરણ 11 સાયન્સમાં એડમિશન ફૂલ થઇ ગયા હોવાનું કહીને શાળાના સંચાલકો છટકી ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગરમાં આવેલી કરુણા કેતન હાઈસ્કૂલમાં ગત વર્ષે ધો.10માં 253 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
જેમાં ઉત્તીર્ણ ધો.10 ના વિદ્યાર્થીઓ ધો.11 સાયન્સમાં એડમિશન લેવા જતા એડમિશન ફૂલ થઈ હોવાનું જણાવતા વિદ્યાર્થીઓને ભટકવાનો વારો આવ્યો હતો. પોતાની શાળાના વિદ્યાર્થીઓને બદલે મેરીટ લીસ્ટ પ્રમાણે આવતા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. સમગ્ર બાબતે વાલીઓ દ્વારા મેનેજમેન્ટને આજીજી કરતાં શાળા મેનેજમેન્ટએ ધો.11 સાયન્સનો એક જ ક્લાસ હોવાનું રટણ કર્યું હતું.

શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જવાબ આપવાની જગ્યાએ રાજીનામું આપ્યું
સમગ્ર ઘટના બાબતે કે.એન હાઈસ્કૂલના ઈ.આચાર્ય જીજ્ઞેશભાઈને પ્રશ્ન કરતા તેઓએ જવાબ આપવાની જગ્યાએ મેનેજમેન્ટને પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ મેનેજમેન્ટના મેનેજર દ્વારા વાલીઓને વિગતો આપતા તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
શાળાની વિગતો માટે વાલીઓ દ્વારા RTI હેઠળ માહિતી માગવામાં આવી
સમગ્ર કાંડ બાદ બહે વાલીઓ લડી લેવાના મુડમાં છે. આ બાબતે બીપીનભાઈ પરમાર અને રમેશભાઈ નામના વાલીઓ દ્વારા શાળામાં શિક્ષકોની સંખ્યા સહિત અન્ય જરૂરી બાબતોની માહિતી આર.ટી.આઈના માદ્યમથી માંગી છે. તેઓનું કહેવું છે કે શાળાની અનેક પોલો ટૂંક સમયમાં બહાર આવશે

संबंधित पोस्ट

રાજકોટના ધોરાજી માં આકસ્મિક રીતે બે કારમાં લાગી અચાનક આગ

Karnavati 24 News

રશિયાથી ભારતમાં સસ્તા ક્રુડ ઓઈલનો પૂરવઠો ધીમો પડ્યો…!!

Gujarat Desk

આજનું રાશિફળ (12/08/2025)

Gujarat Desk

આજ નું પંચાંગ (26/09/2025)

Gujarat Desk

ભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર: અમેરિકામાં તેજી, અન્ય મુખ્ય બજારોમાં ઘટાડો

Gujarat Desk

આઇએસઆઇ (ISI) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટની ઉપર ભારતીય માનક બ્યૂરોનો દરોડો

Gujarat Desk
Translate »