મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં નિર્માણ પામેલ સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજનોની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આગામી કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ, અંડર 20 એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે ગુજરાતની સજ્જતા બાબતે માહિતી આપી આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોના આયોજનમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ દર્શાવી હતી.