(જી.એન.એસ) તા. 28
મુંદ્રા,
વહેલી સવારે કચ્છના મુન્દ્રામાં આવેલા સુર્યાનગરના એક ઘરમાં લગાવેલા એસી ના કોમ્પ્રેશરમાં આચનકજ ભયંકર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આખા ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગથી પિતા અને પુત્રીનું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમની હાલત ગંભીર છે.
આ સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર મુન્દ્રામાં સુર્યાનગર ખાતે એક ઘરના એસી કમ્પ્રેશરમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ઘરમાં સુતેલા પિતા પુત્રી જીવતા જ ભડથું થઇ ગયા હતા.. જ્યારે માતા પણ ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેમને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘરની અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં 41 વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથુ થઇ ગયા હતા. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.