Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જિલ્લામાં ભૂસ્તરતંત્રની સરાહનીય કામગીરી : ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો


ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ આદેશ

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો પર કલેકટરશ્રી જેટલી જવાબદારી પૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેજ જુસ્સા અને જવાબદારીથી જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવાના તેમના પ્રયાસો પણ સતત ચાલુ છે. ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને તેમના આ બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રી પોતે વ્યક્તિગત ધ્યાન રાખતા, ભૂસ્તર તંત્રની કચેરીને યોગ્ય માર્ગદર્શન આપી સરાહનીય કામગીરી કરી રહ્યા છે, જેના પરિણામે પાછલા ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

કલેક્ટરશ્રી,  ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન સાદીરેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન/ખનન  સબબ જે.સી.બી. મશીન સહીત કુલ ૦૫ વાહન/મશીન જપ્ત કરવામાં આવેલ છે. જેમાં તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ કલોલ તાલુકાના છત્રાલ, પાસેથી જે.સીબી  નં. GJ-18-SS-1859 , વાહન નં GJ-12-BT-2858 ,ડમ્પર નં- GJ-02-W-7275 દ્વારા સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા પકડવામાં આવ્યા હતા, તથા તા.૨૫/૦૧/૨૦૨૫ ના રોજ કલોલ તાલુકાના પલીયડ, પાસેથી ડમ્પર નં. GJ-29-X-4128 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતાં પકડાયેલ તથા તા.૨૭/૦૧/૨૦૨૫ ના રોજ ઉવારસદ, ગાંધીનગર પાસેથી ડમ્પર નં- GJ-13-AX-5222 માં સાદીમાટી ખનીજ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. આમ કુલ ૦૫ વાહનો/મશીનની મળી કુલ ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin

કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટીએ FIND-JOBS જર્મની અને ડૉ. સ્કીલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડ સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર સંપન્ન

Gujarat Desk

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે

Gujarat Desk

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માતઃ લાકડા ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર વચ્ચે અથડામણ બાદ લાગી આગ

Karnavati 24 News

રૂરલ પોલીસની સફળ રેઇડ, નંદાવલામાં 6,09,660 રૂપિયાના દેશી ભઠ્ઠી/ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોની ધરપકડ

Admin

ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી

Gujarat Desk
Translate »