Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે



પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું

બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ/ગાંધીનગર,

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલ સોગંદનામામાં આ માહિતી આપવામાં આવી છે. સરકારે આપેલ માહિતી અનુસાર, બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. 25,660 માંથી ખાલી રહેલ આ 14,283 પદ માટે ભરતીની જાહેરાત ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડાશે.

તેમજ રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝની 11000 થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરાઈ હતી. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર 2 તબક્કામાં પોલીસ વિભાગમાં 25,660 જેટલા ખાલી પદો પર સીધી ભરતી કરી રહી છે.

संबंधित पोस्ट

આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું

Gujarat Desk

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ

Gujarat Desk

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાયું

Gujarat Desk
Translate »