છ વર્ષથી નાસતો ફરતો ચીટર આખરે ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપ્યો
(જી.એન.એસ) તા. 28
સુરત,
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. છ વર્ષથી નાસતો ફરતા ચીટરને સુરત પોલીસના અધિકારીઓ દ્વારા અમદાવાદના અસારવા ખાતેથી આરોપીને ઝડપી લેવાયો છે.
પકડાયેલા આરોપીએ કાપડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હતી. તેણે 78 લાખ રૂપિયાથી વધુ રકમની સાડીઓ ખરીદી હતી. દલાલ મારફતે પ્રિન્ટેડ તથા ડાયમંડ વર્કની સાડીઓ ખરીદી હતી. વેપારીને પેમેન્ટ ન ચૂકવીને ચીટર દર્શન ભાગી છૂટ્યો હતો. સલાબતપુરા પોલીસના ચોપડે દર્શન ઠાકોર મોસ્ટ વોન્ટેડ હતો.
વેપારી સાથે દર્શને કરેલી ચોરીના કારણે વેપારીની સ્થિતિ નાણાકીય રીતે કથળી ગઈ હતી. તેના કારણે વેપારીને બીજાનું પેમેન્ટ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. તેણે રીતસરના બીજી ચૂકવણી માટે મહેતલ લેવી પડી હતી.
ત્યારે બીજા કેસમાં સુરતમાં આવેલી એક આંગડિયા પેઢી સાથે એક કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી ઝડપ્યો હતો. સુરતમાં મહીધરપુરામાં એસ.કે.આંગડિયામાં આ છેતરપિંડી થઈ હતી. પોલીસે હરીશ સીસારા નામના આરોપીને કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીએ તેના મળતીયાઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસ.કે.આંગડિયામાં એક કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીની પુછપરછમાં મખ્ય આરોપી હરીશનું નામ સામે આવ્યું હતું. આરોપી હરીશ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.