જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે બજેટ બેઠક યોજાઇ હતી જેમાં કમિશનર રાજેશ તન્નાએ 2022-23 ના વર્ષના વેરામાં વધારો કરવાની દરખાસ્ત સાથે નું બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું હતું જેમાં જુનાગઢ ની હદમાં રહેણાંક મિલકત પર 25 રૂપિયાને બદલે 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવા, ખુલ્લા પ્લોટ પર પ્રતિ ચોરસ મીટરના ચારને બદલે દસ રૂપિયા, કોમર્શિયલ મિલકત પર 45ના 50 કરવા દિવાબતી કર પ્રતિ રહેણાંક મિલકત પર 175 ના બદલે 250 કરવા અને બીન રહેણાંક મિલકત પર 300 ના બદલે 400 કરવા દરખાસ્ત કરી છે સફાઈ કર રહે મિલકત પર 200 છે તેના બદલે 300 અને બિનરહેણાંક મિલકત પર 300 ના 500 કરવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન રહેણાંક મિલકત દીઠ 365 ને બદલે 550 અને બિનરહેણાંક મિલકત પર 600 ના બદલે 900 કરવા દરખાસ્ત કરવામાં આવી છે