Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી બની .

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે ભાવનગર જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વરશ્રી, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયાએ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તારમાં પર શ્રી અભય એ. મહાજન, સુધાંશુ મોહન સમલ સુવેન્દુ કાનુનગો અને મુદાવન્તું એમ. નાયકની જનરલ ઓબ્ઝર્વર તરીકે, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કુમાર ઉદય અને વિપુલ કશ્યપ ભાવનગર જિલ્લામાં ફરજ બજાવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે અનંત શંકર ટકવાલે ફરજ બજાવશે.. ૯૯-મહુવા અને ૧૦૦-તળાજા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે અભય એ. મહાજન ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૮૮ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૫, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતે (૦૨૭૮-૨૯૯૧૨૩૮) સંપર્ક કરી શકાશે. ૧૦૧-ગારીયાધાર અને ૧૦૨-પાલિતાણા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે સુધાંશુ મોહન સમલ ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૮૯ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૭, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (૦૨૭૮-૨૯૯૧૨૩૫) સંપર્ક કરી શકાશે. ૧૦૩-ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી સુવેન્દુ કાનુનગો ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૦ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૮, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (૦૨૭૮-૨૯૯૧૨૩) સંપર્ક કરી શકાશે. ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મુદાવન્તું એમ. નાયક ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૧ છે. તે સરકીટ હાઉસ, રૂમ નં-૬, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (૦૨૭૮-૨૯૯૧૨૩૦) સંપર્ક કરી શકાશે. ૯૯-મહુવા,૧૦૦-તળાજા અને ૧૦૧-ગારીયાધાર મતવિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કુમાર ઉદય ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૨ છે આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૩, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતે (૦૨૭૮-૨૯૯૧૨૩૯) સંપર્ક કરી શકાશે. ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે વિપુલ કશ્યપ ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૩ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૧, હિલ ડ્રાઈવ, ભાવનગર ખાતેના (૦૨૭૮-૨૯૯૧૨૩૨) સંપર્ક કરી શકાશે. જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે અનંત શંકર ટકવાલે ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૪ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૯, હિલ ડ્રાઈવ, ભાવનગર (૦૨૭૮-૨૯૯૧૨૩૧) સંપર્ક કરી શકાશે. આ મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.

संबंधित पोस्ट

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

વડોદરા: MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ, હાઈપાવર કમિટી તપાસ કરશે

Admin

ગાંધીનગર તાલુકામાં 1731 હેક્ટરમાં બટાકાની ખેતી . . . .

Admin

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin