Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે નવો જુસ્સો



(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે હતા, અને તેવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવશે. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શનિવારે કોંગ્રેસનાં કાર્યકરો સાથે એક સંવાદ કાર્યક્રમ પણ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા.  તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે.

રાહુલ ગાંધી એ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરતાઓ સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે પણ મહત્વની ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે જ. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહી કરે. 

संबंधित पोस्ट

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

Gujarat Desk

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ

Gujarat Desk

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News

સાબરકાંઠા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરાયું

Gujarat Desk
Translate »