ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અખંડ ભારતના લડવૈયા શ્રી ડો. સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલી અર્પણ નો કાર્યક્રમ રાખવા માં આવેલ જેમાં “તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા” ના નારા સાથે ડૉ. સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ દંડકશ્રી જગદીશભાઈ રાઠોડ, અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખશ્રી ઝીલબેન શાહ સહિત શહેર કોંગ્રેસ હોદ્દેદારશ્રીઓ વિધાનસભાનાં પ્રભારીશ્રીઓ સહપ્રભારીશ્રીઓ વોર્ડ પ્રમુખશ્રીઓ તેમજ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનાં પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષનાં આગેવાન કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા અને ડૉ. સુભાષ ચંદ્ર બોઝ ને સ્મરણાંજલિ આપી હતી,