• દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસપક્ષનું પ્રતિનિધિ મંડળ લેશે સ્થળ મુલાકાત.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે અંદાજે રૂ. ૧૦૦ કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મુદ્દો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરશે.
૧. ડો. પ્રભાબેન તાવિયાડ (પૂર્વ સંસદસભ્ય)
૨. શ્રી ગુલાબસિંહ ચૌહાણ (ધારાસભ્ય)
૩. શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા (પૂર્વ ધારાસભ્ય)
૪. શ્રી નરેન્દ્ર રાવત (પ્રવક્તા)
ઉક્ત પ્રતિનિધિ મંડળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરશે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલને અહેવાલ સુપ્રત કરશે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા