રેશનલ કોમ્યુનિટી બહુ નાની છે !
દેશ-દુનિયામાં ચર્ચિત જેમનું નામ છે એવા વૈજ્ઞાનિક, લેખક, કવિ રેશનલ વિચારધારાને વરેલા નખશિખ સજ્જન વ્યક્તિત્વ એટલે ગૌહર રઝા સાહેબ.
19 જાન્યુઆરી 2026ના રોજ, સુરતમાં સત્યસભા દ્વારા આયોજીત અતુલ પાઠકજીને રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક એનાયત કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે દિલ્લીથી ખાસ પધારેલ રઝા સાહેબ જોડે મુલાકાત થઈ અને અમે ખૂબ વાતો કરી.
આમ તો મારે એમનો ઇન્ટરવ્યૂ લેવો હતો પણ પૂરતો સમય ન હોવાથી શક્ય ન બન્યું પણ સાહેબ ખાસ દિલ્લી પધારવાનું આમંત્રણ આપીને ગયા છે એટલે હવે દિલ્લી જઈને એમનો ઇન્ટરવ્યૂ લઈશ.
ગોધરાથી સુજાત વલી સાહેબ પધાર્યા હતા એમની સાથે આજે ફરીવાર મુલાકાત થઈ. સુરતના જ એક ફેસબૂક મિત્ર પ્રેમ સુમેસરા સાથે પણ ફેસ ટુ ફેસ મુલાકાત થઈ અને મધુભાઈ કાકડીયાએ કેટલાય નવા લોકો સાથે પરિચય કરાવ્યો. અતુલ પાઠક સાહેબ, સુજીતભાઈ અને સપના પાઠક તેમજ જનકભાઈ જોડે બેસીને પણ ઘણી વાતો કરી અને સાંપ્રત સમયના રેસનલિઝમના માર્ગમાં આવતા પડકારો પર ચર્ચા કરી.
રેશનલ કોમ્યુનિટી બહુ નાની છે એટલે જ્યારે સરખી વિચારધારા વાળા લોકો મળે ત્યારે સમય કયા જતો રહે છે એની ખબર જ નથી રહેતી !rs [સૌજન્ય : જ્યોત્સ્ના આહિર, 19 જાન્યુઆરી 2025]