મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદ ખાતે વૈષ્ણવાચાર્ય ડૉ.દ્વારકેશલાલજી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિલ્વર ઑક યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં સહભાગી થયા હતા તેમજ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને મેડલ્સ, ડિગ્રી તથા મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પદવી મેળવેલ યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં દેશમાં શિક્ષણનો કાયાકલ્પ થયો છે. મુખ્યમંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા જ્ઞાન અને પદવીનો કેરિયર ડેવલપમેન્ટ, કેરેક્ટર ડેવલપમેન્ટ અને નેશન ડેવલપમેન્ટમાં ઉપયોગ કરી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.