કરુણા સાથે સેવા – સુરક્ષા..
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રીના સમયે ઘરેથી નીકળેલી નાનકડી દીકરીની પાછળ શ્વાન પડતા ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી, જેની જાણ રાહદારીઓને થતા દીકરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચાડી.
સતત ૧૬ કલાક શોધખોળ કર્યા પછી દીકરીના પિતાની શોધ કરીને દીકરીને સોંપવામાં આવી તેમજ આજે દીકરીનો જન્મદિવસ હતો તેવી જાણ થતાં કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા દીકરીનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો.
ઘરનો રસ્તો ભૂલી ગયેલી નાનકડી દીકરી માટે દેવદૂત બનેલી કાપોદ્રા પોલીસ અને શી ટીમને ખૂબ ખૂબ અભિનંદન.