મોહન ભાગવતને જેલમાં પૂરો, ભગતસિંહનું ભયંકર અપમાન કરે છે !
મોહન ભાગવતે 13 જાન્યુઆરી 2025ના રોજ કહ્યું છે કે ‘ રામમંદિરના ઉદ્ધાટનના દિવસે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ, ભારતને સાચી આઝાદી મળી !’ આ પહેલાં અભિનેત્રી કંગના રનૌતે કહ્યું હતું કે ‘2014માં મોદીજી વડાપ્રધાન થયા ત્યારે ભારતને મળી !’
મોહન ભાગવત આઝાદીના લડવૈયા અને શહીદોનું અપમાન કરી રહ્યા છે. RSS/ હિન્દુ મહાસભાના નેતાઓ આઝાદીની લડત સમયે અંગ્રેજો સાથે કદમતાલ કરી રહ્યા હતા, એ નામોશી છૂપાવવા આઝાદી 2014માં/ 2024માં મળી છે તેવો ગોકીરો કરી રહ્યા છે.
મોહન ભાગવત અને કંગના રનૌતના મગજમાં ગોડસે ધૂણી રહ્યો છે ! એટલે બન્ને ભારતની આઝાદી 2014માં કે 2024માં મળી તે નક્કી કરી શકતા નથી !
શરમજનક બાબત એ છે કે નાગરિકોના ટેક્સના પૈસાથી મોહન ભાગવત તથા કંગના રનૌતને ‘Z+ કેટેગરી’ની સુરક્ષા અપાઈ રહી છે ! ગોદી મીડિયાને મોહન ભાગવત તથા કંગના રનૌત આઝાદીના લડવૈયા લાગે છે !
મોહન ભાગવતને જેલમાં પૂરો, ભગતસિંહનું ભયંકર અપમાન કરે છે ! ભગતસિંહે સાવરકરની જેમ માફી માંગી ન હતી, આઝાદી માટે હસ્તે મોઢે ફાંસીએ ચડ્યા હતા. મોહન ભાગવત અને કંગના ભારતના બંધારણના આર્ટિકલ-51 A (B)નું ઉલ્લંઘન કરે છે. આઝાદીની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની-અનુસરવાની આપણી મૂળભૂત ફરજ છે.
માની લઈએ કે 2014માં/ 2024માં ભારતને આઝાદી મળી તો મોહન ભાગવત અને કંગના રનૌત શામાટે 15મી ઓગષ્ટ/ 26મી જાન્યુઆરીની ઊજવણી કરતા હશે? શું અટલજી ગુલામ ભારતના વડાપ્રધાન હતા? શું મોદીજી ગુલામ ગુજરાતના મુખ્યમંત્રી હતા?